________________
૩૫
સામાયિક–વિજ્ઞાન
કેમ હાય ? વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમતિ પ્રકરણમાં કહે છે કે
अन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियं न बाधते तं हि शोककलिः ॥
સ્વજન એટલે પેાતાના કુટુંબીજને, પરિજન એટલે નોકરચાકર, વૈભવ એટલે સપત્તિ, શરીર એટલે દેહ, તે બધાથી હું અન્ય છું, ભિન્ન છું, જુદો છુ, એવી જેને નિશ્ચયાત્મક બુદ્ધિ પેદા થઈ છે, તેને શેકરૂપી ખાણુ કંઈ પણ પીડા ઉપજાવી શકતું નથી. ’
શરીરમાં એક નાના સરખા કાંટા ભોંકાય કે નાનકડા વ્યાધિ ઉત્પન્ન થાય તે પણ બૂમરાણ મચે છે, એનું કારણ એ છે કે શરીર એ જ હું છું' એવી આપણી બુદ્ધિ થઈ ગયેલી છે. જો આપણી બુદ્ધિ એ પ્રકારની ન હૈાય તે કઇ પણ પીડાના અનુભવ ન થાય.
:
6
કેટલાંક વર્ષ પહેલાં એક દિગમ્બર મુનિને પગે શસ્ત્રચિકિત્સા કરવાને પ્રસંગ આવ્યા, ત્યારે ડોકટરોએ કલેારોફામ' સુંઘાડવાની તૈયારી કરી. મહાત્માએ પૂછ્યું : · આ દેવા સૂંઘાડવાનું કારણ શું છે? ' ડોકટરેએ કહ્યું : હું એ દવાથી તમને એક પ્રકારનુ એવુ ઘેન ચડશે કે જેથી તમને શસ્ત્રચિકિત્સા વખતે કંઇ પણ પીડા નહિ થાય. ' મુનિએ કહ્યું: ‘ તેા એ દવા સૂઘાડવાની જરૂર નથી. હું પ્રત્યાહારની ક્રિયા જાણું છું. પ્રત્યાહારથી મનને એ સ્થળેથી ખેંચી લઇશ,