________________
ભાવનાઓનું સેવન-૧
૩૫૩ બને છે. આ રીતે ભાઈ તે કાકે, કાકે તે ભાઈ મામે તે ભાણેજ, ભાણેજ તે મામે, ફેઈ તે ભત્રીજી ને ભત્રીજી તે ફેઈ, એમ અનેક પ્રકારના સંબંધ બંધાય છે અને તૂટે છે.
વળી બાલ્યાવસ્થામાં વિવેકરહિત દશાને લીધે દુઃખ હોય છે, યુવાનીમાં કામના ઉન્માદને લીધે દુઃખ હોય છે અને વૃદ્ધાવસ્થામાં શરીર તથા ઇન્દ્રિયેની વિકલતાને લીધે દુઃખ હોય છે. તે જ રીતે સવાર, બપોર, સાંજ અને રાત્રિએ કઈ ને કઈ પ્રકારની ઉપાધિ વળગેલી જ હોય છે.
કવિ દલપતરામે સાચું જ કહ્યું છે કે– તંતુ કાચા તણે તાણે સંસાર છે,
સાંધીએ સાત ત્યાં તેર તૂટે શરીર આરોગ્ય તો યોગ્ય સ્ત્રી હેય નહિ,
યોગ્ય સ્ત્રી હોય ખેરાક ખૂટે. હોય ખેરાક, ન હેય સંતાન ઉર,
હોય સંતાન, રિપુ લાજ રે; કે જે શત્રુ નહિ હોય, દલપત કહે,
સમીપ સંબંધીનું શરીર છૂટે. આ રીતે સંસારમાં અનેકવિધ વિચિત્રતાઓ હોવાથી તેને અસાર-સારરહિત સમજવાનો છે.
૪–એકત્વભાવના આત્માનું એકલપણું ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
૨૩