________________
૩૫ર
સામાયિક-વિજ્ઞાન આ સંસારને સુખી શી રીતે માનવે? જે પ્રિયતમા માટે પ્રાણ પાથર્યો હોય છે, તે જ વખત આવ્યે ધિક્કારવા લાગે છે, લાત મારે છે અને બીજાના પ્રેમમાં પડી સુખનું સત્યાનાશ વાળે છે. પતિને ઝેર દઈને મારી નાખવાના દાખલાઓ પણ જોવામાં આવે છે, ત્યારે પુત્રોથી શું સુખ માનવું ? એમાં પણ એવી જ હાલત છે. પુત્રોને ગમે તેવી મમતાથી ઉછેર્યા હોય, ભણાવી-ગણાવીને મોટા કર્યા હોય અને વ્ય કુલીન કન્યાથી વિવાહિત કર્યા હોય, તે પણ તે આપણી સામાં થાય છે, આપણાથી લડે-ઝઘડે છે અને વખતે મારી પણ લે છે. પુત્રોએ પિતાને કેદખાનામાં પૂર્યાના તથા ખૂન કરીને મારી નાખ્યાના દાખલાઓ પણ ઓછા નથી.
જ્યાં પત્ની અને પુત્ર પરિવારની હાલત આવી હોય, ત્યાં સગાં-સંબંધીઓનું તે કહેવું શું? એ તે જરા વાંકું પડે કે મેં મચકડવાના અને અવર્ણવાદ બલવાના. ત્યારે શું મિત્રોથી આ સંસારમાં સુખ માનવું ? એ કયારે સંધાશે અને કયારે છૂટા પડશે ? તેને કેઈ ભરેસે નહિ. વળી મોટ ભાગના મિત્રો તે મતલબિયા જ હોય છે. જ્યાં સુધી તેમની મતલબ સરે, ત્યાં સુધી બહુ મીઠો સંબંધ રાખે અને એ મતલબ સરી કે જાણે ઓળખતા જ નથી ! પછી તે સામા મળે બેસવું પડે, એ પણ ભારે લાગે!
વળી આ સંસારના સંબંધે પણ ઘણા જ વિચિત્ર છે. જે આ ભવે પિતા હોય છે, તે બીજા ભવે પુત્ર થાય છે અને જે આ ભવે માતા હોય છે, તે બીજા ભવે પત્ની