________________
૩૪૮
સામાયિક-વિજ્ઞાન એક વાર એકાએક મારી આંખ દુઃખવા આવી અને તેમાંથી અતુલ પીડા ઉત્પન્ન થઈ. આ પીડાને લીધે મને મુદ્દલ ઊંઘ આવતી નહિ કે બિલકુલ ચેન પડતું નહિ. પછી મારા દર્દો વધારે જોર કર્યું, મને દાહકવર લાગુ પડે, જેના લીધે મારું મસ્તક ફાટવા લાગ્યું, છાતીમાં દુઃખાવો થવા લાગે છે અને કમરના કટકા થવા લાગ્યા. કુશલ વૈદ્યોએ ભેગા મળીને | મારા રેગનું નિદાન કર્યું અને ઔષધો આપવા માંડયા, પણ તેઓ મને આ દુઃખમાંથી છોડાવી ન શક્યા, એ જ મારી અનાથતા !!
વૈદ્યો નિષ્ફળ જતાં મારા પિતાએ બીજા પણ અનેક ઉપચાર કરાવી જેયા અને છેવટે એવી જાહેરાત કરી કે જે મારા પુત્રને સારું કરશે એને મારી અધીર મિલકત આપી દઈશ, એટલે ઘણા માંત્રિકે–તાંત્રિકે આવી ગયા, ઘણું ભગત-ભુવાઓએ હાથ ભીડી, પણ તેમાંનું કે ઈ મને આ દુઃખમાંથી છોડાવી શકયું નહિ. હે રાજન ! એ જ મારી : અનાથતા !
મારી માતા મારા પ્રત્યે ખૂબ લાગણી ધરાવતી હતી, ભાઈઓ પણ ઘણા સ્નેહાળ હતા અને મારી સેવામાં ખડા પગે ઊભા રહેતા હતા. બહેને પણ પિતાનું કામકાજ છોડીને મારી પાસે બેસતી અને આશ્વાસન આપતી. પત્ની મારી નિરંતર સેવા કરતી અને તે ભાગ્યે જ નિદ્રા લેતી. - મારા મિત્ર કે જેમને હું દિલેજાન ગણતે અને જે મારા માટે ગમે તેવું સાહસ ખેડવા તૈયાર હતા, તેમાંનું કઈ પણ