________________
ભાવનાઓનું સેવન-૧
૩૪૭ વસ્તુ બીજાને આપી શકાય છે, પણ અધિકાર વિનાની વસ્તુ બીજાને આપી શકાતી નથી. નાથ થવું એ તારા અધિકારમાં નથી, તેથી તું મારે નાથે થઈ શકતો નથી. તું પિોતે જ અનાથે છે.”
આ શબ્દો સાંભળતાં જ શ્રેણિક ચમકી ગયા. તેમને આજ સુધી આવા શબ્દો કેઈએ સંભળાવ્યા ન હતા. તેમણે પિતાના ઘવાયેલા અભિમાનને ઠીક કરતાં કહ્યું “હે પૂજ્ય! આપની વાત પરથી લાગે છે કે આપે મને ઓળખે નથી. હું અંગ અને મગધ દેશને રાજા શ્રેણિક છું. મારા વૈભવને, મારી રિદ્ધિ-સિદ્ધિને પાર નથી. વળી અનેક મિત્ર અને સ્વજન-સંબંધીઓથી હું પરિવરેલે રહું છું, તે અનાથ કેવી રીતે? કદાચ આપનું કહેવું અસત્ય તે નહિ હોય!” | મુનિએ કહ્યું : “હે રાજન્ ! હું જાણું છું કે તું અંગ અને મગધ દેશને મહારાજા શ્રેણિક છે. વળી તારા વૈભવ અને તારી રિદ્ધિ-સિદ્ધિથી વાકેફ છું પણ તું મારા અનાથ અને સનાથના ભાવને સમજી શક નથી. હું ફરી પણ કહું છું કે તું અનાથ છે અને મારા નાથ થવાની વાત તારા અધિકારમાં નથી. તું મારા પૂર્વ જીવનની હકીકત સાંભળીશ, એટલે તને આ વાત બરાબર સમજાશે.”
શ્રેણિકે એ વાત સાંભળવાની ઈંતેજારી બતાવી, એટલે મુનિએ કહેવા માંડ્યું.
કૌશાંબી નગરીના એક કેટયાધિપતિ શેઠને હું લાડકવા પુત્ર હતા અને દરેક વાતે સુખી હતો, પરંતુ