________________
ભાવનાઓનું સેવન–૧
૩૪૫ દુઃખ આવી પડતાં મનુષ્ય એકલો જ તેને ભગવે છે અને પુણ્ય ક્ષીણ થતાં જીવ એકલે જ ગતિ-આગતિ કરે છે. આથી વિવેકી પુરુષે ધન, સગાં-સંબંધીઓ, પશુ વગેરેને શરણરૂપ માનતા નથી.”
माया पिया पहुसा भाया, भज्जा पुत्ता य ओरसा। नालं ते मम ताणाय लुप्पंतस्स कम्मणा ॥
વિવેકી પુરુષ વિચાર કરે કે માતા, પિતા, બહેન, ભાઈ, ભાર્યા તથા ઓરસ પુત્ર એ કઈ પણ મારા કર્મનું ફલ ભગવતી વખતે મારી રક્ષા કરવામાં સમર્થ નથી.” આ સંબંધમાં અનાથી મુનિને પ્રબંધ જાણવા જેવું છે.
અનાથી મુનિને પ્રબંધ રાજગૃહી નગરીમાં મંડિતકુક્ષિ નામે એક મનહર ઉદ્યાન હતું. રાજા શ્રેણિકને આ ઉદ્યાન ઘણું પ્રિય હતું. એક વાર તેઓ આ ઉદ્યાનમાં ફરવા આવ્યા, ત્યારે એક વૃક્ષના મૂળની પાસે બેઠેલા એક ધ્યાનમગ્ન નવયુવાન મુનિ તેના જેવામાં આવ્યા. એ મુનિની અદ્ભુત કાંતિએ તથા મુખ પર તરવરી રહેલી સૌમ્યતાએ તેમના મન પર અદ્દભુત અસર કરી. તેઓ એ મુનિની નજીક ગયા અને વંદન કરીને બહુ નજીક પણ નહિ અને બહુ દૂર પણ નહિ, એ રીતે ઊભા રહ્યા.
થડી વારે મુનિનું ધ્યાન પૂરું થયું, એટલે તેમણે શ્રેણિક રાજાને આ અવસ્થામાં ઊભેલા જોયા અને ધર્મલાભ - આપ્યા. શ્રેણિક રાજાએ ફરી મસ્તક નમાવ્યું અને ધર્મલાભ