________________
ભાવનાઓનુ` સેવન—૧
૩૪૩
સુખ મળશે, પણ એ તારા ભ્રમ છે. જેની પાસે લક્ષ્મી ઘણી છે, તેના જીવનમાં ઊંડા ઊતરીને ડોકિયું કર, તે તારા ભ્રમ ભાંગી જશે. વળી વધારે લકમી આવતાં ચાર કે સરકાર તરફનો ભય વધશે, ભાઈ આમાં કે કુટુંબમાં ખટપટ થવા લાગશે, સગાં—સંબંધીઓ સાથે લેણદેણના વાંધા પડશે અને ઉપાધિ અનેકગણી વધી જશે.
હે જીવ! શરીર, યૌવન અને સોંપત્તિ જો અનિત્ય છે, તા સત્તા કે અધિકાર શું નિત્ય છે? ગઈ કાલે જેઓ રાજ તરીકે સન્માન પામતા તે આજે સામાન્ય નાગરિક બની ગય છે! ઇંદિરા ગાંધી કે જેમની વડા પ્રધાન તરીકે સારાયે ભારતમાં હાક વાગતી અને કાઈ તેમની સામે આંગળી ઊંચી કરી શકતું નહિ, તેમની આજે શી હાલત છે ? આવી એક અનિત્ય વસ્તુ માટે તું ફાંફાં શા સારુ મારે છે? કદાચ તેને સત્તા—અધિકાર પ્રાપ્ત થયા તેા તેનાથી તારું આત્મહિત શું થવાનુ છે? વળી તુ... સત્તા કે અધિકારના દુરુપયોગ નહિ કરે તેની ખાતરી શું? સત્તા તે એક પ્રકારનેા નશે છે કે જે માણસનાં સાનભાન ભૂલાવી દે છે! તેથી તું સત્તા કે અધિકારથી દૂર રહે, એમાં જ તારું કલ્યાણ છે.
આ રીતે બીજી પણ ઘણું ચિંતન કરી શકાય. વસ્તુની અનિત્યતાના વિચાર કરતાં ભરતેશ્વરને કેવલજ્ઞાન થયું હતુ, એ હકીકત આગળ કહેવાઈ ગઈ છે.