________________
ભાવનાઓનું સેવન-૧
૩૪૧ જોશથી વસે તે આસક્તિ છૂટી જાય અને તેની સામે નજર કરવાની પણ ઈચ્છા ન થાય.
અનિત્યતાને આ ભાવ હદયમાં દઢ કરવા માટે નીચે પ્રમાણે વિચાર કરવા ઘટે.
આ શરીર નિત્ય નથી, ક્ષણભંગુર છે. જેમ મીઠાની પિોટલીને ઓગળતાં વાર લાગતી નથી કે તૃણ પરના તુષાર બિંદુને ખરી પડતાં વાર લાગતી નથી, તેમ તેને પડતાં વાર લાગતી નથી, એ ગમે ત્યારે પડી જ જશે !”
શરીર કેનાં નિત્ય રહ્યા છે. જે શરીરે પ્રથમ પંક્તિનાં ગણતાં, જેમનું રેજ અપૂર્વ ભેજને વડે પોષણ થતું, જેની સારસંભાળ માટે અનેક નેકર-ચાકર કામ કરતા, એ શરીરે પણ એક દિવસ પડી ગયાં, તે મારા શરીરને ભલે શું ?
ધાન્ય સવારે સંધ્યું હોય અને બપોરે- સાંજે બગડી જાય છે, તેમ આ શરીર ઘડી પહેલાં સાજું-નવું લાગતું હોય અને બીજી જ ક્ષણે રેગથી ઘેરાઈ જાય છે ! ચકવર્તી સનત્કુમારનું શરીર કેવું નીરોગી, કેવું સુંદર હતું ! પરંતુ ઘડી પછી જ તેમાં રોગ ઉત્પન્ન થઈ ગયા અને તેની બધી કાંતિ હણાઈ ગઈ! ત્યારે આ સામાન્ય કોટિના ઔદારિક શરીરનું તે કહેવું જ શું ? | હે જીવ! તને જે યૌવનની ખુમારી હોય તો એ બેટી છે! રે તદ્દન ખોટી છે! યૌવન તે ચાર દિવસનું ચાંદરણું