________________
૩૪ર
સામાયિક-વિજ્ઞાન છે, તેને ચાલી જતાં શી વાસ! ગઈ કાલે જેઓ યૌવનમાં મસ્ત હતા અને જેમને પગ ધરતી પર છબત ન હતો. તે આજે ધનુષ્યના જેવી વાંકી કેડ કરીને લાકડીને ટેકે ડગમગતા ચાલે છે! તેમની આંખમાં નૂર નથી, મુખમાં દાંત નથી અને છાતીમાં જેમ નથી ! જે ચામડીમાંથી તેજની ટશરે. ફૂટતી હતી અને જેના લાવણ્ય પર દુનિયા મુગ્ધ થતી હતી, તે ચામડીને હાલહવાલ તે છે. તેનું તેજ હણાઈ ગયું છે અને તેની રચના કેવી વિકૃત થઈ ગઈ છે! તેમાં કરચલીઓને પાર નથી ! જે વાળ વાંકડીયા, કાળા, સુંદર, સુશોભિત લાગતા હતા, તે આજે સીધા, રૂની પૂણી જેવા વેત અને શોભારહિત બની ગયા છે! | હે જીવ! તું લક્ષ્મીને જરાય ભસે કરીશ નહિ. એ સ્વભાવે અતિ ચંચલા છે, એટલે ડરીને ઠામ બેસતી નથી. એક ઘરથી બીજું ઘર અને બીજા ઘરથી ત્રીજું ઘર, એમ પિતાનું સ્થાન બદલ્યા જ કરે છે. તે ગઈ કાલે જેને કોડપતિ જોયા હતા, તેની આજે કઈ હાલત છે! અરે તું તારે પિતાને જ વિચાર કર કે તારી પાસે લક્ષ્મી કેટલી વાર આવી ને ગઈ! આવી ચંચલ લમીના લેભમાં તણાઈને તારે પણ અકૃત્ય કરવું તે હરગીઝ એગ્ય નથી. વળી લક્ષ્મી આવે છે, ત્યારે પિતાની સાથે ભય, ઈર્ષા, દ્વેષ, અભિમાન, ઉદ્ધતાઈ વગેરે અનેક દુર્ગુણેને લેતી આવે છે, તેને પણ તું વિચાર કર!
તું એમ માને છે કે સંપત્તિ-લક્ષમી ખૂબ આવે તે.