________________
૩૪૬
સામાયિક-વિજ્ઞાન મળવા બદલ પિતાની કૃતજ્ઞતા પ્રકટ કરી. પછી વિનયપૂર્વક કહ્યું કે “હે મુનિવર ! તમારી સાધનામાં જે કંઈ વિઠ્ય ન આવતું હોય તે એક વાત પૂછવાની ઈચ્છા રાખું છું.” | મુનિએ કહ્યું: “જે વાતથી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણની પુષ્ટિ થાય એવી વાત અમારી સાધનામાં બાધક થતી નથી. એ ખ્યાલ રાખીને તમારે જે પૂછવું હોય તે પૂછે.”
શ્રેણિકે કહ્યું : “હે આર્ય ! હું એટલું જ જણવા માગું છું કે આપ આવી તરુણ અવસ્થામાં ભેગ ભેગવવાને બદલે સંયમના માર્ગે કેમ સંચય ? એવું કયું પ્રબલ પ્રોજન આપને આ માર્ગ તરફ ઘસડી ગયું ? ”
મુનિએ કહ્યું? “હે રાજન ! હું અનાથ હતે, મારું કેઈ નાથ ન હતું, એટલે મેં આ સંયમમાર્ગ ગ્રહણ કર્યો.”
આ જવાબથી રાજાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું : “આપ જેવા પ્રભાવશાળી પુરુષને કેઈ નાથ ન મળે, એ તે ભારે આશ્ચર્ય કહેવાય. હે સ્વામિન્ ! જે આપે એટલા માટે જ આ સંયમમાર્ગ સ્વીકાર્યો હોય તે હું આપને નાથ થવા માટે તૈયાર છું. આપ મારા રાજમહેલમાં પધારે અને ત્યાં સુખેથી રહે. આપ ત્યાં અનેક પ્રકારના મિત્ર અને સંબંધીઓથી પરિવરેલા રહેશો, એટલે અનાથપણને જરાયે અનુભવ નહિ થાય.”
મુનિએ કહ્યું: “હે રાજન્ ! પિતાના અધિકારવાળી