________________
ભાવનાઓનું સેવન-૧
૩૩૦ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदन कमलमंकः कामिनीसंगशून्यः । करमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।।
આપનું દષ્ટિયુમ પ્રશમરસથી ભરેલું છે, આપનું વદન કમલ પ્રસન્ન છે, આપને એળે કામિનીના સંગથી રહિત છે, એટલે કે તેમાં કેઈ સ્ત્રી બેઠેલી નથી અને આપના બંને હાથે શિસ્ત્ર વિનાના છે, એટલે કે અભયદાતા. છે, તેથી હે દેવ ! આ જગતમાં તમે જ ખરા વીતરાગ છે.”
આ ઉપાય અજમાવવામાં આવ્યો અને તે છેડા જ વખતમાં સફલ થયે. રોગવિશારદેએ પ્રતિપક્ષ ભાવનાને જે સિદ્ધાંત સ્થાપિત કરેલ છે, તેને જ આમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું અને તેથી જ તે શીધ્ર સફલતા પામ્ય હતે. ભાવનામાં પણ આ જ વાત છે. આપણા અંતરમાં મેહજન્ય દુષ્ટ સંસ્કાર-વિચારની જે જમાવટ થયેલી છે, તેને તોડવા માટે તેના પ્રતિપક્ષી વિચારો ધરાવતી ભાવનાએનું આપણે સેવન કરવાનું છે.
ભાવનાઓ બાર પ્રકારની છે, તે અંગે શાસ્ત્રમાં કહેવાયું છે કે
अनित्यतामशरणं, भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् संवरं परिभावय ॥ कर्मणो निर्जरां धर्मसुकृतां लोकपद्धतिम् ॥ बोधिदुर्लभतामेता भावयन् मुच्यसे भवात् ।।