________________
૩૨૮
સામાયિક-વિજ્ઞાન પરંતુ આ વચને અજ્ઞાનતાથી ભરેલાં છે. પ્રથમ તે સાંસારિક સુખ મણાય તેટલા માણવાની વૃત્તિ બરાબર નથી, કારણ કે તે ભેગમાર્ગમાં ખેંચી જનારી છે અને તેને અંજામ બૂરે છે. ભેગમાર્ગે ચડ્યો, તે જલદી એગમાર્ગે આવી શકતા નથી કે જે જરૂર અનુસરવા જેવું છે. અંતિમ કલ્યાણ તે તેનાથી જ થવાનું છે.
કાળદેવનું નગારું ક્યારે ગડગડશે–તે કઈ જાણતું નથી! એટલે વૃદ્ધાવસ્થા સુધી પહોંચાશે કે કેમ? એ વિચારવા જેવું છે. આજની રહેણી-કરણી જતાં તે મોટા ભાગે પચાશ અને સાઠની અંદર ચીઠ્ઠી ફાટી જ જાય છે. છતાં માની લઈએ કે વૃદ્ધાવસ્થા સુધી પહોંચાયું તે એ વખતે શરીર–સ્વાથ્ય કેવું હશે, એ કેણ કહી શકે ? આધુનિક યુગમાં તે ચાલીશ કે પીસ્તાલીશ વર્ષ વટાવ્યાં કે શરીરને ઘસારે લાગવા માંડે છે અને રક્તચાપ (બ્લડપ્રેશર), મીઠી પેશાબ (ડાયાબીટીસ), હૃદયરોગ (હાર્ટ ડીસીઝ) જેવા ખતરનાક રેગ લાગુ પડી જાય છે. તે આપણને ઘેરી નહિ લે એની કોઈ ખાતરી ખરી? શું એ વખતે આપણે બધાં અંગે બરાબર કામ આપતાં હશે ખરાં? શું એ વખતે આપણી માનસિક રૃતિ બરાબર હશે ખરી? શું એ વખતે આપણે ધાર્યા સામાયિક-પડિકમણું કરી શકીશું ખરા? જે સમયસંગની આપણને કેઈ સ્પષ્ટ કલ્પના નથી, તેના પર આપણા જીવનના મહત્ત્વપૂર્ણ ક્તને મુલતવી રાખવાં, એમાં કયા પ્રકારનું ડહાપણ છે? આવાં વચને ઉચ્ચારતાં