________________
૩૩૦
સામાયિક-વિજ્ઞાન કે કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાંસારિક છે અને તે એક યા બીજા પ્રકારે સંસારની વૃદ્ધિ કરનારી છે, જ્યારે ધાર્મિક–આધ્યાત્મિક પ્રવૃત્તિ આપણા જીવનને સંસ્કાર-સમૃદ્ધ બનાવીને, આપણામાં રહેલા માનસિક-વાચિક –કાયિક દે દૂર કરીને તથા આપણી ભીતરમાં છૂપાયેલી અનેકવિધ શક્તિઓ પ્રકટ કરીને આખરે મુક્તિ, મોક્ષ કે નિર્વાણને અપાવનારી છે. એટલે આત્મા કે અધ્યાત્મની વાતને નકામી કે ફિજુલ સમજવાની નથી. એ વાતે ઘણી અગત્યની છે અને જેણે પિતાનું ભાવી સુધારવું છે, તેણે અવશ્ય અપનાવી લેવા જેવી છે.
અમે તે એમ કહીએ છીએ કે તમે હાલ વિશેષ ન કરી શકે તે તમારી દૃષ્ટિ આત્મા ભણું રાખે અને તમારી ફરજો બજાવ્યે જાઓ. એથી પણ પરિસ્થિતિમાં ઘણે ફેર પડી જશે. તે આખરે તમને અધ્યાત્મનો રંગ ચડાવશે અને તે એ પાકે ચડાવશે કે જેમાંથી તમારી પીછેહઠ કદી પણ થશે નહિ.
આધ્યાત્મિક વિકાસ પૂર્ણતાએ પહોંચે, એટલે પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. જે પરમાત્મદશાની પ્રાપ્તિ કરે, તે “પરમાત્મા” કહેવાય છે. અન્ય લેકે એ માનેલા ઈશ્વર કે પરમેશ્વર જેવી જ આ સ્થિતિ છે. તેમાંથી વધારે ઊંચી સ્થિતિ કે અવસ્થા આ વિશ્વમાં હૈયાતી ધરાવતી નથી, એટલે આ સ્થિતિ છેવટની છે અને તે કાયમ રહેનારી છે, એમ સમજવાનું છે.