________________
૩૩૪
સામાયિક-વિજ્ઞાન ઉત્તર–અહીં સત્સંગથી ત્યાગી-વિરાગી મુનિવરે તથા અધ્યાત્મ-પ્રેમીઓને સંગ સમજો.
પ્રશ્ન-બહિરાત્મદશામાંથી સીધી પરમાત્મદશા પ્રાપ્ત કરવી હોય તો ?
ઉત્તર–જે કાર્ય જે કમે સિદ્ધ થતું હોય, તે જ કમે સિદ્ધ થાય. ગેટલી વાવીને સીધી કેરી મેળવવાની આશા રાખતા હોઈએ તે એ આશા ફળે નહિ. ગેટલીમાંથી અંકુર ફૂટે, તેમાંથી થડ બંધાય, તેમાંથી ડાળી-પાંખળાં ફૂટે, તેને પાંદડાં આવે, પછી મેર આવે અને છેવટે કેરી પાકે. તે જ રીતે બહિરાભદશામાંથી અંતરાત્મદશા પ્રાપ્ત થાય અને અંતરાત્મદશામાંથી પરમાત્મદશા પ્રાપ્ત થાય, પણ સીધી પ્રાપ્ત થાય નહિ.
પ્રશ્ન-ઈલાચીકુમાર નટ તરીકે દેરડા પર નાચી રહ્યો હતો, એટલે કે તે બહિરાત્મદશામાં હતું, છતાં તેને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે કે પરમાત્મદશા પ્રાપ્ત થઈ તેનું કેમ?
ઉત્તર-ઈલાચીકુમાર બહિરાભદશામાં હતો એ સાચી વાત, પણ નટના દેરડા પરથી તેની નજર મુનિરાજ પર પડી કે જેમને એક નવયૌવના સ્ત્રી મેદક વહેરાવી રહી હતી અને તેના વિચારમાં પરિવર્તન થયું. ત્યારથી તેની અંતરાત્મદશા શરૂ થઈ. જે બહુ ઝડપથી પૂર્ણતાએ પહોંચી, છે એટલે તેને ત્યાં જ કેવલજ્ઞાન થયું. તાત્પર્ય કે તે પણ પ્રથમ