________________
[ ૧૮ ] ભાવનાઓનું સેવન–૧
અધ્યાત્મ અંગે ઘણું વિવેચન થઈ ગયું. હવે ભાવના પર આવીએ, કેમકે અધ્યાત્મ પછી ભાવનાને અધિકાર આવે છે. જેમ અધ્યાત્મ એ યુગનું પ્રશસ્ત અંગ છે, તેમ ભાવના પણ યોગનું પ્રશસ્ત અંગ છે. આ વસ્તુ માત્ર જૈન યેગવિશારદોએ જ નહિ, અન્ય ગવિશારદોએ પણ કહી છે, તે પરથી તેનું મહત્વ સમજી શકાશે. પ્રસિદ્ધ જિનાગમ સૂત્રકતાંગસૂત્રમાં કહ્યું છે કે –
भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । नावा व तीरसम्पन्ना, सव्वदुक्खा तिउट्टई ॥
ભાવનારૂપી યેગથી શુદ્ધ થએલા આત્માને જલમાં નૌકા સમાન કહે છે. નૌકા જેમ અથાગ જલ પાર કરીને કિનારે પહોંચે છે, તેમ આ શુદ્ધ આત્મા ભવપરંપરાને. નાશ કરીને સર્વ દુઓને અંત કરે છે.”