________________
દૃષ્ટિ આત્મા ભણી રાખે
૩૩૪ . પ્રશ્ન-ગુણસ્થાનની યેજના કેણે કરેલી છે? ઉત્તર–ગુણસ્થાનની યેજના જૈન મહર્ષિઓએ કરેલી છે. પ્રશ્ન-એ યેજના શા માટે કરવામાં આવી છે?
ઉત્તર-મુમુક્ષુઓને આધ્યાત્મિક વિકાસને કેમ સમજાય તે માટે કરવામાં આવી છે. જેન તત્ત્વજ્ઞાનને એ મહત્ત્વને ભાગ છે.
પ્રશ્નબહિરોત્મદશામાંથી અંતરાત્મદશા પ્રાપ્ત કરવાના સિદ્ધ ઉપાયે શું ?
ઉત્તર-“હું કેણ?” એ પ્રશ્નની સતત વિચારણા સ્વાધ્યાય અને સત્સંગ એ તેના સિદ્ધ ઉપાય છે.
પ્રશ્ન-“ો” (કેણ?) ને મંત્ર તરીકે જપ કરી શકાય ખરો ?
ઉત્તર-આપણે ત્યાં Sછું'ને મંત્ર તરીકે જપ કરવાની પદ્ધતિ નથી, પણ અન્યત્ર એવી પદ્ધતિ જોવામાં આવે છે. તેમનું કહેવું એમ છે કે આ મંત્રનો સતત જપ કરતાં આત્માનું સ્વરૂપ સમજાવા લાગે છે અને છેવટ આત્મદર્શન થાય છે. વિશેષ તે પ્રયોગ કરવાથી જાણી શકાય.
પ્રશ્ન-સ્વાધ્યાથી શું સમજવાનું ?
ઉત્તર-અહીં સ્વાધ્યાયથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરનાર શાસ્ત્ર કે સાહિત્યનું અધ્યયન સમજવું.
પ્રશ્ન--અને સત્સંગથી ?