________________
૩૩૨
સામાયિક-વિજ્ઞાન જેટલું સહેલું નથી. તેમાં અનેક પ્રકારનાં વિદને કે અંતરોયે આવે છે અને તેને વૈર્ય રાખી ઓળંગવા પડે છે. આવા વખતે જે ધૈર્ય ખૂટયું તે પ્રગતિ અટકી જાય છે અને કેટલીક વાર પીછેહઠ પણ થાય છે. આમ છતાં જેઓ આત્મા સંબંધી નિરંતર વિચાર કરતા રહે છે, તે વહેલા કે મેડા ઉપરના લાભ મેળવવા શક્તિમાન થાય છે, એમાં કશી શંકા નથી.
પ્રશ્ન-સંપ્રધારણ સંજ્ઞાને અર્થ છે?
ઉત્તર-જેના વડે લાભાલાભ, હિતાહિત કે કર્તવ્યાકર્તવ્યની વિચારણા થઈ શકે તેને સંપ્રધારણ સંજ્ઞા કહેવાય.
પ્રશ્ન-શું અન્ય પ્રાણીઓને આવી સંજ્ઞાવાળું મન હેતું નથી ?
ઉત્તર-ના. સંપ્રધારણ સંજ્ઞાવાળું મન તે મનુષ્યને જ હોય છે.
પ્રશ્ન-એવી કઈ લિફટ છે કે જેના આંકડા ૪ થી શરૂ થઈને ૧૨ પર્યત પહોંચે છે?
ઉત્તર-આ વસ્તુ ગુણસ્થાનોની અપેક્ષાએ કહેવાઈ છે. ચેથા ગુણસ્થાનથી અંતરાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે અને તે બારમા ગુણસ્થાન સુધી હોય છે. પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન બહિરાત્માનું છે. તેરમું અને ચૌદમું ગુણસ્થાન પરમાત્માનું છે. આ રીતે કુલ ચૌદ ગુણસ્થાનમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માને સમાવેશ થાય છે.