________________
૩ર૭
દષ્ટિ આત્મા ભણી રાખે થઈ શકાય એવું હતું, તેથી તે કેટની દીવાલ હાથને અડાડી તેના આધારે ચાલે તે હતું, પણ દરવાજે નજીક આવતાં તેના શરીરે ખુજલી આવવા લાગી, એટલે તેણે દીવાલ પરથી હાથ ઉઠાવી લીધું અને તેનો ઉપયોગ ખુજલીવાળા સ્થાનને ખણવા માટે કર્યો. હવે ખુજલી પૂરી થઈ અને તેણે ફરી પાછો પિતાને હાથ દીવાલને અડાડ્યો, પરંતુ એ વખતે પહેલે દરવાજે પસાર થઈ ગયું હતું. હવે બીજો દરવાજે નજીક આવ્યો, ત્યારે પણ આવી જ ઘટના બની અને ત્રીજા-ચોથા દરવાજા નજીક પણ તેનું જ પુનરાવર્તન થયું, એટલે તે નગરની અંદર દાખલ થઈ શક્યો નહિ.
આપણે બહિરાભદશા છોડી અંતરાત્મદશા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યાં કેઈ ને કંઈ સાંસારિક પ્રલેભનરૂપી ખુજલી આવે છે અને આપણું એ કામ અટકી પડે છે. આને અર્થ એમ સમજવાને કે હજી આપણને આત્માની લગની જોઈએ તેવી લાગી નથી, એટલે જ સાંસારિક પ્રભને આપણા માર્ગની રૂકાવટ કરી શકે છે. જે એ લગની પૂરેપૂરી લાગી હોય તે કઈ પણ પ્રભા આપણને “અંતરાત્મા” બનતાં રેકી શકે નહિ.
કેટલાક કહે છે કે “હાલ તે યુવાન છીએ. સાંસારિક સુખ મણાય તેટલું માણી લેવા દે. જ્યારે ઘરડા થઈશું ત્યારે તે સામાયિક–પડિક્રમણ કરવાનાં છે જ ને !”