________________
દૃષ્ટિ આત્મા ભણી રાખે
૩૨૫ છો ?” પંડિતજીને દઈ તે ઘણું થતું હતું, પણ આ વચને સાંભળીને તેઓ કંઈ પણ બોલ્યા વિના પિતાના રસ્તે પડ્યા.
તાત્પર્ય કે પંડિતજી બ્રહ્મની જે વાત કરતા હતા, તે બુદ્ધિથી કરતા હતા, લોકેને સમજાવવા માટે કરતા હતા, પણ તેમની પોતાની દ્રષ્ટિ એ પ્રમાણે કેળવાઈ ન હતી કે તેમના વિચારેએ એ પ્રકારની સ્થિરતા પકડી ન હતી. તેથી જ અમે આત્મા અને દેહની ભિન્નતાના જ્ઞાનને અંતરમાં ઉતારવાની વાત કરીએ છીએ.
જાણવું એ જ્ઞાન છે, જીવનમાં ઉતારવું એ ક્રિયા છે. આ જ્ઞાન અને ક્રિયાના સંજોગથી જ મનુષ્ય ઉત્તરોત્તર ઉન્નતિ કરતે પિતાના અંતિમ ધ્યેય મોક્ષ સુધી પહોંચી શકે છે. નાળ-શનિવાઈ નવરો-એ સૂત્રનું રહસ્ય પણ આ જ છે.
કેટલાક આત્મા અને અધ્યાત્મની ડાહી ડાહી વાત કરે છે, પણ આધ્યાત્મિક વિકાસની કઈ કિયા કરતા નથી, તેમને આપણે શુષ્ક અધ્યાત્મવાદી સમજવા જોઈએ. આવાઓને જૈન ધર્મ મેક્ષ માટે અગ્ય માન્યા છે. કેટલાક આધ્યાત્મિક વિકાસને લગતી ક્રિયાઓ કર્યા કરે છે, પણ આત્માનું સ્વરૂપ વિચારતા નથી કે આધ્યાત્મિક વિચારસરણને અપનવતા નથી, તેમને આપણે જડ કિયાવાદી સમજવા જોઈએ. આવાઓને પણ જૈન ધર્મ મોક્ષ માટે અયોગ્ય માન્યા છે. તેથી જ અહીં આત્મા અને દેહની ભિન્નતા સ્પષ્ટપણે સમજવાની અને તેને જીવનમાં ઉતારવાની હાકલ છે.