________________
૩૨૪
સામાયિક-વિજ્ઞાન સ્વ” અને “પરના ભેદ સમજાય એ પૂરતું નથી. એ ભેદ બરાબર સમજાવે જોઈએ અને તે આપણું અંતરમાં ઊંડે ઊતરી જવો જોઈએ, અન્યથા આપણી સ્થિતિ પેલા બ્રહ્મવાદી પંડિત જેવી થવા સંભવ છે.
બ્રહ્મવાદી પંડિતનું દષ્ટાંત એક પંડિત બ્રહ્મવાદી હતા. તેઓ જ વ્યાખ્યાન આપતા અને તેમાં “સત્ય જ્ઞાન મિથ્યા' એ સૂત્ર પર જુદી જુદી રીતે વિવેચન કરતા. તેઓ શ્રેતાઓને કહેતાઃ “આપણે બધાં બ્રહ્મસ્વરૂપ છીએ અને તે જ સત્ય છે. આપણી આસપાસ જે જગત્ દેખાય છે, તે માયાસ્વરૂપ હાઈ મિથ્યા છે.” હવે એક વખત તેઓ વ્યાખ્યાનમાંથી ઊઠીને સભાગારના દરવાજા નજીક આવ્યા અને કેટલાક શ્રેતાઓની સાથે વાતચીત કરવા ઊભા રહ્યા, ત્યાં એક ટીખળી શ્રેતાએ તેમનું મસ્તક પકડીને સભાગારના દસ્વાજા સાથે જોરથી ભટકાડયું અને તેઓ ચીસ પાડી ઊઠયાઃ “એય. બાપ! મરી ગયો !”
પિલા ટીખળી શ્રોતાએ ધીમેથી કહ્યું: “પંડિતજી! તમે તે બ્રહ્મસ્વરૂપ છે અને અજર-અમર છે, પછી મરે શી રીતે ? વળી આ લાકડાને દરવાજે તે માયાસ્વરૂપ હાઈ મિથ્યા છે, તમારું શરીર પણ માયાસ્વરૂપ હેઈમિથ્યા છે અને તેમાંથી જે લેહી નીકળી રહ્યું છે, તે પણ માયાસ્વરૂપ હેઈ મિથ્યા છે! તમે તેની ચિંતા શા માટે કરે