________________
માયા અને લોભને હઠવો
૩૦૭ સ અભિલાષાઓનો ત્યાગ કરીને નિર્ગથ થયે અને સંયમ તથા તપની અભુત શક્તિ વડે છ માસમાં જ ચાર ઘાતકર્મોને ક્ષય કરી કેવલી-કેવલજ્ઞાની બને.
તૃષ્ણાથી અસંતોષ જન્મે છે અને તેને લીધે બીજાં અનેક દુખે સહેવાં પડે છે. તે અંગે રાજર્ષિ ભર્તુહરિએ જે શબ્દો કહ્યા છે, તે મનન કરવા યોગ્ય છે. उत्खातं निधिशंकया क्षितितलं ध्माता गिरेर्धातवो, निस्तीर्णः सरितां पतिपतयो यत्नेन संतोषिताः । मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने निशाः। प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुश्च माम्॥१॥
નિધિની શંકા પડતાં મેં પૃથ્વીના પડ ખોદ્યાં. વળી પહાડમાં જઈને ત્યાં રહેલી ધાતુઓ ગાળી અને અપાર એ દરિયે પણ તરી ગયે. તેમજ પ્રયત્ન કરી રાજાઓને સંતોષ્યા તથા મંત્રારાધનમાં તત્પર બનીને સ્મશાનમાં રાત્રિએ ગાળી, છતાં ફૂટી કેડી મળી નહિ. હે તૃષ્ણા! તું મને છોડ.” भ्रान्तं देशमनेकदुर्गविषमं प्राप्तं न किश्चित्फलं, त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला । मुक्त मान विवजितं परगृहेष्वाशंकया काकवत् , तृण्णे जम्भसि पापकर्मनिरते नाद्यापि संतुष्यसि ॥ २ ॥
વિષમ ભૂમિવાળા અનેક દેશમાં રખડ્યો, પણ તેનું કંઈ ફલ મળ્યું નહિ. જાતિ તથા કુલનું અભિમાન છોડીને અનુચિત કરી કરી, તે પણ નિષ્ફલ ગઈ. માન છોડીને બીજાના