________________
૩૧૦
સામાયિક-વિજ્ઞાન. માંત્રિકે કહ્યું: “જે તારી એવી જ ઈચ્છા હોય તે ચાલ મારી સાથે. હું તને પ્રજાને બતાવીશ. તેમાંથી તું પેટીઓ ભરી લેજે.”
તે બંને ત્યાંથી આગળ ચાલ્યા અને પહાડની એક કરોડ પાસે આવી પહોંચ્યા. ત્યાં પેલા માંત્રિકે મંત્ર ભણ ગુગળને ધૂપ કર્યો કે ત્યાં એક મેટો દરવાજો જણાયે અને તેની અંદર મકાન દેખાયું. પછી તે બંને જણ અંદર દાખલ થયા તે ત્યાં હીરા, મેતી, માણેક તથા સોનામહોરોથી ભરપૂર ખજાને દેખાય. આ જોઈ ઘેડાવાળ ચકિત થઈ ગયેઃ આ તે સ્વપ્ન છે કે સાચું ?” પરંતુ આખરે તે સાચું હવાને નિર્ણય કરી તેણે માંત્રિકના કહેવા મુજબ તેમાંથી વીશ પેટીઓ ભરી લીધી અને તેને સારી રીતે બંધ કરી. આ વખતે માંત્રિકે મકાનના એક ગોખલામાં પડેલી લેઢાની એક ડબ્બી ઉપાડી પોતાની પાસે રાખી. પછી બંને જણ બહાર નીકળ્યા અને માંત્રિકે મંત્ર ભણી ધૂપ કર્યો કે, કરાડ જેવી કરાડ દેખાવા લાગી.
પેલી વીશ પેટીઓ ઘડા પર લાદી તે બંને પાછા. ફરી રહ્યા હતા, ત્યારે ઘડાવાળાને વિચાર આવ્યો કે “આમાં મહારાજનું ધન કેટલું ? અને મારું કેટલું ? તેને નિર્ણય. હમણ જ કરી લેવું કે જેથી વાંધો પડે નહિ.” એટલે તેણે પેલા માંત્રિકને કહ્યું કે “મહારાજ ! આમાં તમારો ભાગ કેટલે અને મારે ભાગ કેટલો?” માંત્રિકે કહ્યું: “બંનેને. અર્ધા અર્ધ ભાગ. દશ પેટી મારી ને દશ પટી તારી.”