________________
માયા અને લેભને હોવો
૩૧૧ ઘરવાળે આ દશ પેટીથી ધનાઢય બની જાય એમ હતું, છતાં ધનની અતિ તૃણાને લીધે તેને વિચાર આવ્યું કે “આમાંથી મને વધારે ધન મળે તે ઠીક.” એટલે તેણે માંત્રિકને કહ્યું : “મહારાજ ! આપની પાસે વિદ્યા છે, તે આપ ઘણુ ખજાના મેળવશે, માટે મને આમાંથી કંઈક વધારે આપે તે સારું.” માંત્રિકે કહ્યું: “ભલે, તું બે પિટી વધારે લેજે, એટલે કે બાર લેજે. પરંતુ તેટલાથી આ તૃષ્ણાવંત ઘોડાવાળાને સંતોષ ન થયે; એટલે તે વધારે ધન મેળવવા માટે કાલાવાલા કરવા લાગે, તેથી માંત્રિકે તેને પ્રથમ ચૌદ, પછી સેળ, પછી અઢાર અને છેવટે બધી પેટીઓ આપી દેવાનું જણાવ્યું.
હવે આ જ વખતે તેની નજર માંત્રિક પાસેની ડબ્બી પર ગઈ, એટલે તેણે માંત્રિકને કહ્યું: “મહારાજ ! તમારી આ ડબ્બીમાં જરૂર સિદ્ધાંજન છે, તે મને આપે તે મારી આંખે આંસું.” માંત્રિકે કહ્યું: “ભાઈ! એમાં સિદ્ધાંજન નથી. એમાં તે એવું ઔષધ ભરેલું છે કે જે આંખે લગાડતાં મનુષ્ય આંધળે બની જાય.”
ઘેડાવાળે એમ જાણતા હતા કે સિદ્ધાંજન આંખે લગાડવાથી જમીનમાં કે ગુફામાં છુપાયેલા ધનના ખજાના જોઈ શકાય છે, એટલે તેણે આ પ્રકારની માગણી કરી હતી. પરંતુ માંત્રિકે આ પ્રકારને જવાબ આપે, એટલે તેને એમ લાગ્યું કે “મહારાજ ! મને એ સિદ્ધાંજનને ઉપયોગ. કરવા દેવા માગતા નથી, અને તેણે ફરી આગ્રહભરી માગણી