________________
[ ૧૭ ] દષ્ટિ આત્મા ભણી રાખે
અધ્યાત્મના રંગમાંથી ભાવના જાગે છે, એ ભાવનાઓનું સેવન કરતાં ધ્યાનની ક્ષમતા આવે છે અને ધ્યાનનો વ્યવસ્થિત અભ્યાસ કરતાં સમત્વ કે સમભાવની સિદ્ધિ થાય છે, એટલે પ્રથમ લક્ષ્ય અધ્યાત્મ તરફ આપવાનું છે. મન જીતવાની કલા” થી માંડીને “માયા અને લેભને હઠા સુધીનાં છ પ્રકરણમાં જે કંઈ વિવેચન કરવામાં આવ્યું છે, તે અધ્યાત્મને રંગ ચડાવવા માટે જ કરવામાં આવ્યું છે. હજી તે અંગે એક મહત્વપૂર્ણ વસ્તુ કહેવાની છે, તે પ્રસ્તુત પ્રકરણ દ્વારા કહીશું.
આપણે “સ્વ” અને “પર” ને સ્પષ્ટ ભેદ જાણીએ નહિ અને તેને જીવનમાં ઉતારીએ નહિ, ત્યાં સુધી અધ્યાત્મને પાકે રંગ ચડતું નથી. કા રંગ ચડ્યા પછી ઉપટી જાય છે, ઊતરી જાય છે કે છેવાઈ જાય છે, જ્યારે પાકે રંગ ચડ્યો તે ચડ્યો. તે ચડ્યા પછી ઉતરતું નથી, તેથી આત્માને અધ્યાત્મને પાકે રંગ ચડાવવાની જરૂર છે. અનંત ભવયાત્રામાં