________________
૩૧૯
દૃષ્ટિ આત્મા ભણી રાખે આપણા આત્માને અધ્યાત્મને રંગ અનેક વાર ચડ્યો છે, પણ તે પાકે નહિ તેવાથી ઊતરી ગયેલ છે અને તેના વડે જે કાર્ય સિદ્ધિ કરવી હતી, ભવનિસ્તાર કરે છે, તે થઈ શક્ય નથી. આ હકીકત ખ્યાલમાં રાખીને આ ભવમાં આત્માને અધ્યાત્મને પાકો રંગ ચડાવીએ, જેથી સામાયિકની સાધના–પૂર્વક ભવને નિસ્તાર કરી શકીએ. “સ્વ” એટલે “હું” એ વાત તે સહુ કોઈ જાણે છે, પણ “હું” એટલે કેશુ? એ વાત ઘણું જાણતા નથી. તેઓ શરીર એટલે દેહને હું ગણે છે અને એ રીતે દેહાધ્યાસના ભોગ બને છે.
જ્યાં દેહને હું માન્યો, એટલે તેના તરફ મમત્વ જાગે એ સ્વાભાવિક છે અને જ્યાં મમત્વ જાગ્યું ત્યાં તેને પાળવાની, પિષવાની, લાડ લડાવવાની તથા અનેક પ્રકારનું સુખ આપવાની ભાવના જાગે. એ પણ સ્વાભાવિક છે. આ સંગેમાં શારીરિક સુખને લક્ષ્યમાં રાખીને સર્વ પ્રવૃત્તિઓ થાય, એમાં આશ્ચર્ય શું ? તાત્પર્ય કે બનાવટી “હું” ખડે થતાં સાચે “હું” બાજુએ રહી જાય છે અને તેના હિત કે કલ્યાણની કંઈ ખેવના કરવામાં આવતી નથી. દિવસ અને રાત્રિના મળી ચેવીશ કલાક, તેમાં શરીરના લાલન-પાલન અને અમન–ચમન માટે કેટલાં? અને આત્માના હિત કે કલ્યાણ માટે કેટલાં? કેટલાકને તે એને જવાબ ૨૪ અને ૦ માં આપવું પડે એમ છે, કેટલાકને એને જવાબ ૨૩ અને માં આપ પડે એમ છે, તો કેટલાકને એને જવાબ ૨૩-૧૨ અને ૧-૨ માં આપ પડે એમ છે. આ આંકડાઓ સ્પષ્ટપણે એમ બતાવે છે કે આપણને શરીરના લાલન