________________
દિષ્ટ આત્મા ભણી રાખે
૩૨૧
બકરીઆ સિંહે કહ્યું : ‘ તારું કહેવુ' મિથ્યા છે. હું
તારું ખાજ હાવાથી
સિંહુ નથી, પણ બકરા છું અને તારાથી ભય પામીને નાસી જાઉં છું.’
આ જવાબથી વનના સિહુ સમજી ગયા કે આ સિંહ ઘણા દિવસ સુધી બકરાંના સંગમાં રહ્યો છે, તેથી પાતાને બકરો માની બેઠા છે, માટે તેને ભ્રમ ભાંગવા દે. તેણે કહ્યું : ‘ ભાઈ ! મારું કહેવું મિથ્યા છે કે સાચું છે તેની ખાતરી કર. કયાં બકરાંનું શરીર અને કયાં તા શરીર ? બકરાં કરતાં તું કેટલા બધા માટે છે? કદાચ તુ એમ સમજતા હોઇશ કે મારું શરીર બહુ મેટું છે, તેથી હું મોટા કરો છું, પણ એ હકીકત સાચી નથી. તારુ ' મેહુ મારા મેઢા જેવુ ગાળ છે, પણ બકરાંના મેઢા જેવુ... લાંબુ નથી. તારી કેડ મારી કેડ જેવી પાતળી છે, પણ બકરાંની કેડ જેવી જાડી નથી. વળી તારા પગે મારા જેવા નહાર છે, પણ બકરાંની માફક ખરીએ નથી. તારું પૂછડું મારા પૂંછડાની જેમ લાબું છે, પણ અકરાંની પૂછડીની જેમ તદ્દન ટૂંકુ નથી. અને તારી ગરદન પર સુંદર કેશવાળી ઉગેલી છે.
શુ આવી સુંદર કેશવાળી બીજા કોઈ બકરાંની ગરદન પર ઉગેલી છે ખરી ? વળી અકરામાં અને તારામાં માટે તફાવત તે એ છે કે દરેક બકરાંના માથા પર એ શીગડા ઊગેલાં છે, જ્યારે તારા માથા પર એક પણ શી'ગડુ' ઊગેલું નથી કે જે પ્રમાણે મારા માથા પર ઊગેલું નથી, માટે તારા ભ્રમને દૂર કર અને તું મારા જેવા જ સિંહ છે, એમ સમજી લે. ’
સા. ૨૧