________________
૩૧૨
સામાયિક-વિજ્ઞાન કરી, એટલે માંત્રિકે પેલી લેઢાની ડબ્બી તેના હાથમાં મૂકી. ઘેડાવાળાએ તરત તે ઉઘાડી અને તેમાંનું અંજન હાથની આંગળી પર લીધું. આ વખતે માંત્રિકે તેને ફરી ચેતવણી આપી કે “આ સાહસ કરવું રહેવા દે. તું જરૂર આંધળે. થઈશ.” પણ તૃણને વેગવાન પૂરમાં તણાઈ રહેલા ઘોડાવાળાએ તેના પર ધ્યાન ન આપતાં એ અંજન આંખે આંક્યું ને ડીવારમાં તે ખરેખર આંધળે થઈ ગયે.
માંત્રિકને લાગ્યું કે આ માણસ ધનને લાયક નથી, એટલે તે પિલા દશ ઘોડા પર લાદેલી ધનની વીશ પટીઓ લઈને ત્યાંથી વિદાય થઈ ગયે અને પેલો ઘેડાવાળે અથડાતો -કૂટાતે કેટલાક વખતે પિતાના ઘરે પાછો ફર્યો. ધનની અતિ તૃષ્ણાને લીધે તેણે પિતાને પ્રાપ્ત થયેલી અઢળક લક્ષ્મી ગુમાવી, જેના પર પેટગુજારે હવે તે દશ ઘોડા ગુમાવ્યા અને પિતાની રત્ન જેવી બે આંખે પણ ગુમાવી. આ રીતે તેનું સર્વસ્વ નાશ પામ્યું. તાત્પર્ય કે અતિ તૃષ્ણ સર્વનાશ કરનારી છે.
લેભ કે તૃષ્ણને સંતોષથી જીતી શકાય છે. “સંતોષ જેવું સુખ નથી.” એ આપણા સર્વ મહાપુરુષોને અનુભવ છે અને મહર્ષિ પતંજલિએ યેગસૂત્રમાં તેની નેંધ લેતાં જણાવ્યું છે કે “સન્તોષનુત્તમભુમિ -સંતેષથી સર્વોકૃષ્ટ સુખને લાભ થાય છે. છેવટે શ્રી તુલસીદાસજીને એક દુહો યાદ કરી લઈએ ?