________________
૩૧૩
માયા અને લેભને હઠાવે તીન ટૂક કેપીન કે, અરૂ ભાઇ બીન લેન; સીતારામ હિરદે બસે, ઇંદ્ર બાપુર કેન?
વસ્ત્રમાં માત્ર લંગોટી જ હોય અને તે પણ ત્રણ ટુકડાવાળી. વળી ખાવામાં માત્ર ભાજી હોય અને તે પણ લુણ એટલે મીઠા વિનાની. પરંતુ હૃદયમાં સીતારામ વસતા હોય, તે ઇંદ્ર બિચારે તેની આગળ કેણ છે?” તાત્પર્ય કે જેણે સર્વ તૃષ્ણને ત્યાગ કર્યો છે અને પિતાનું મન પ્રભુત્વ સેવામાં જોડી દીધું છે, તે ઈંદ્ર કરતાં પણ ઘણું વધારે સુખ ભેગવી રહેલ છે.
આ વિવેચનને સાર એ છે કે માયા અને તેમને અંતરમાંથી હઠાવો. તેમની હસ્તી આધ્યાત્મિક વિકાસ માટે ઘણી ખતરનાક છે. માયા અને લેભને હઠાવ્યા વિના સમભાવસિદ્ધિ અશક્ય છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-કષાય શબ્દના બીજા અર્થે થાય છે ખરા ?
ઉત્તર-હા. જે રસ તૂરે હેય તેને કષાય કહેવાય છે, જે રંગ લાલ અને પીળા રંગના મિશ્રણરૂપ એટલે કેશરી હોય તેને પણ કષાય કહેવાય છે અને વિવિધ વનસ્પતિઓના બનેલા ઉકાળાને પણ કષાય કહેવાય છે, કારણ કે તેને પીતાં ખરાબ સ્વાદ આવે છે.
પ્રશ્ન-જૈન શાસ્ત્રોમાં કષાયને બીજે કઈ અર્થ કરવામાં આવ્યો છે?