________________
૩૦૮
સામાયિક-વિજ્ઞાન
ઘરે કાગડાની પેઠે ખીતાં ખીતાં ભાજન કર્યું. આવી રીતે પાપ૪માં મગ્ન અનીને તું ફેલાતી જ ગઈ. છતાં હે તૃષ્ણા ! તને સંતેષ ન થયે..
खलोल्लापाः सोढाः कथमपि तदाराधनपरैनिगृह्यान्तर्वाष्पं हसितमपि शून्येन मनसा | कृतश्चित्तस्तम्भः प्रतिहतधियामंजलिरपि, त्वमाशे मोघाशे किमपरतो नर्तयसि माम् || ३ ||
· દુર્જન પુરુષોની સેવામાં તત્પર રહીને તેમનાં ઘણા ઠપકા સહન કર્યાં. શૂન્ય મને હસીને અંતરની વ્યથાને કાબૂમાં રાખી. તેમજ મનની વૃત્તિઓને થંભાવીને દુષ્ટજનેને હાથ જોડયા. હું આશા! હું જૂઠી આશા ! હજી તું મને. શા માટે નચાવી રહી છે?
"
અતિ લાભ કે તૃષ્ણાનું પરિણામ ખ્રુરુ' જ આવે છે. તે અંગે એક વાત સાંભળી લે.
અતિ લાભના પરિણામ પર એક થા
એક માણસને દશ ઘેાડા હતા. તેના પર માલ ભરીને તે ખીજે ગામ જતા અને ત્યાં વેચી આવતા. એ રીતે તે પોતાનુ ગુજરાન ચલાવતા, પરંતુ તેને ધન મેળવવાની અતિ તૃષ્ણા હતી. ‘ મને કોઈક ઠેકાણેથી ક્યારે ખજાનો મળી આવે અને હું કયારે ક્રોડપતિ થઇ જાઉં !' એવા વિચારે
તેના મનમાં ઘેાળાયા કરતા હતા.