________________
માયા અને લેભને હા
૩૦૫ કરેડ સેનયા જ ન માગવા ?” આમ કપિલની તૃષ્ણા વધતી જ ગઈ અને આખરે તેણે રાજાનું આખું રાજ્ય માગી લેવાનો નિર્ણય કર્યો. બે માસા સેનાથી શરૂ થયેલી તૃષ્ણ આખા રાજ્યને આંબી ગઈ, પણ તે જ વખતે તેને એક શ્લેક યાદ આવ્યો : धनेषु जीवितव्येषु, स्त्रीषु चाहारकर्मसु । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥
ધન, જીવિતવ્ય, સ્ત્રી અને આહારને વિષે અતૃપ્તિ અનુભવનાર સર્વ મનુષ્ય (ખાલી હાથે) ગયા, જય છે અને જશે.”
અને તેની દષ્ટિમાં ભારે પરિર્વતન થયું. તે વિચાર કરવા લાગે: “મારે આખું રાજ્ય શા માટે જોઈએ ? શું અર્ધાથી ન ચાલે ? પણ અધું કે શા માટે જોઈએ ? રાજકારભારમાં શું સુખ છે ? એ તો એક પ્રકારને બેજે છે. ત્યારે કોડ
નૈયા રેકડા જ માગું ? પણ એટલી મોટી રકમને લઈને શું કરીશ ? એમાંથી મારા ઉપભેગમાં તે બહુ ડું ધન જ આવશે! ત્યારે પચાસ લાખ માગું ? પચીશ લાખ માગું ? કે માત્ર લાખ સોનૈયાથી જ સંતુષ્ટ થાઉં ? પણ લાખ સેનયા કોને કહે છે ? એ પણ ઘણી વધારે ગણાય. ત્યારે શું કરું? પચાસ હજાર માગું? પચીશ હજાર માગું? પાંચ હજાર માગું કે માત્ર હજારથી જ પતાવું ? અરે જીવ! તારે હજાર સેનૈયાની પણ શી જરૂર છે? એટલા સેનૈયા
સા. ૨૦