________________
માયા અને લેભને હઠાવે
૩૦૩ આ વચને સાંભળીને કપિલને બહુ લાગી આવ્યું, તેથી થોડી વાટ-ખરચી લઈને શ્રાવસ્તી નગરીએ ગયે અને ત્યાં માધુકરી ( ભિક્ષાવૃત્તિ) કરીને ઈન્દ્રદત્ત નામના ઉપાચાયની પાઠશાળામાં ભણવા લાગે. એ રીતે કેટલાક કાલ વિદ્યાધ્યયન કરતાં તેની મૂર્ખતા ઘણું અંશે ઓછી થઈ અને તેની ગણના એક હોશિયાર છાત્ર તરીકે થવા લાગી. તે પછી તેના ભેજનની વ્યવસ્થા એક મનોરમા નામની વિધવા બ્રાહ્મણને ત્યાં કરવામાં આવી. પરંતુ તેને વિશેષ પરિચય પ્રેમમાં પરિણમે.
એક વાર મનેરમાએ કપિલને ઉદ્દેશીને કહ્યું કે “નાથ ! અત્યાર સુધી આપણે ગુજારે ગમે તેમ ચાલે, પણ હવે ત્રીજું જણ ઘરમાં આવશે, માટે તેના નિર્વાહને કેઈ ઉપાય કરે.” આ સાંભળીને કપિલ બાઘા જે બની ગયે. શું ધંધે કરે ? તેની તેને સમજ પડી નહિ. ત્યારે મનેરમાએ કહ્યું: “નાથ ! મુંઝાવાની જરૂર નથી. આપણા ગામને રાજા સવારમાં પહેલે આશીર્વાદ આપનાર બ્રાહ્મણને બે માસા એનું દાનમાં આપે છે, માટે તેને પહેલે આશીર્વાદ આપી આવે અને બે માસા સેનું લઈ આવે. તેનાથી આપણું કામ નભશે.”
બીજા દિવસે કપિલ વહેલે ઊડ્યો અને રાજમહેલે પહોં, પણ ત્યાં કઈ બ્રાહ્મણે આશીર્વાદ આપી દીધા હતા. બીજા દિવસે પણ તેમ જ બન્યું. ત્રીજો દિવસ પણ એ રીતે જ પસાર થયો. એ રીતે આઠ દિવસે વ્યતીત