________________
માયા અને લેભને હઠાવે
૩૦૧ વિનયનો નાશ કરે છે, માયા મિત્રોને નાશ કરે છે, પરંતુ લભ તે સર્વને નાશ કરે છે.”
લેભને સર્વનાશક કહેવાને હેતુ એ છે કે લેભી મનુષ્ય લેભવશાત્ જૂ હું બેલે છે, અણદીઠેલી વસ્તુ ઉપાડી લે છે, એટલે કે ચેરી કરે છે, પરિગ્રહમાં વધારે કર્યા કરે છે અને તે માટે હિંસાને આશ્રય લેતાં અચકાતું નથી. વળી તે પિતાની ઈચ્છા પૂરી ન થતાં કોધે ભરાય છે, અથવા કંઈક પ્રાપ્તિ થાય તે અભિમાન કરે છે, વિવિધ પ્રકારનાં છલક્યુટ કરે છે અને તે મિત્રો કે મુરબ્બીઓ સાથે પણ લડી પડે છે.
લેભને થોભ હોતે નથી. તે અંગે થોડાં આગમવચન સાંભળી લે : कसिणं पि जो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इकस्स । तेणाऽवि से न संतुस्से, इह दुप्पुरए इमे आया ॥
અનેક પ્રકારનાં બહુમૂલ્ય પદાર્થોથી પરિપૂર્ણ આ સમગ્ર વિશ્વ જે એક મનુષ્યને આપવામાં આવે, તે પણ તે સંતુષ્ટ નહિ થાય. અહે! મનુષ્યની આ તૃષ્ણા ઘણી જ દુષ્કર છે! અર્થાત્ કઈ રીતે પૂરી શકાય એવી નથી.
सुवण्ण रुपस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, ॥ इच्छा हु आगाससमा अणन्तिया ॥