________________
૩૦૦
સામાયિક-વિજ્ઞાન
ત્યાગ કરે અને વક્રતા છેડી દેવી, એ સરલતા છે. કેટલાક મનુષ્યના સ્વભાવમાં વકતા વણાઈ ગઈ હોય છે, તે જલદી છૂટતી નથી.
માર્ગે ચાલ્યા જતા એક માણસે ઓટલા પર બેઠેલા માણસને પૂછયું : “કેમ ભાઈ! બેઠાં છે?” પેલાએ કહ્યું : ત્યારે શું ઊભા છીએ ?' બીજા કેઈએ એક માણસને પૂછયું: શું આ આકરાં આપનાં છે ? ઉત્તરમાં પેલાએ કહ્યું: “મારાં નહિ તે શું તમારાં છે?” એક વેપારીએ એક ઓળખીતા મુસલમાનને કહ્યું : “તમારે મહેમુદ તે હમણાં બહુ દુબળે પડી ગયા છે. પેલા મુસલમાને કહ્યું : “એ સૂકાઈને મરી જશે, તેમાં તારા બાપનું શું જાય છે?” આ બધા વક સ્વભાવના નમૂના છે. તેને છોડ્યા વિના સરલતા આવતી નથી.
ભગવાન મહાવીરે તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “સરલ ચિત્તવાળે જ ધર્મ પામી શકે છે. આ પરથી માયાનું મિથ્યાપણું અને સરલતાનું મહત્વ સમજી શકાશે.
૪. લાભ ધન, વૈભવ, સત્તા, અધિકાર કે રાજ્યાદિ એશ્વર્યની તૃષ્ણાને લેભ કહેવામાં આવે છે. તે અંગે શાસ્ત્રકારોએ કહ્યું
कोहो पीइ पणासेइ, माणो विणयनासणो। माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो॥ “કોઇ પ્રીતિ કે સદ્ભાવને નાશ કરે છે, માન