________________
માયા અને લેભને હોવો
૨૯૯ નામનું સરોવર આવ્યું. ત્યાં બગલાએને ચૂપચાપ બેઠેલા તથા ધીમે ધીમે પગ ઉપાડતા જોઈને શ્રી રામચંદ્ર કહ્યું :
शनैरुद्धरते पादं, जीवानामनुकम्पया। पश्य लक्ष्मण पम्पायां, बकः परमधार्मिकः॥
હે ભાઈ લક્ષ્મણ! તું આ પંપા સરોવર પર નજર નાખ. અહીં અનેક જાતનાં પક્ષીઓ નજરે પડે છે, પરંતુ તે બધામાં બગલે સહુથી વધારે ધાર્મિક જણાય છે, કારણ કે તે પોતાના પગ નીચે કોઈ જીવ ચગદાઈ ન જાય, તે માટે ધીમે ધીમે પગ ઉપાડે છે.'
આ સાંભળી એક વૃદ્ધ મત્યે કહ્યું : पथिका नैव जानन्ति, जानन्ति सहवासिनः। अनेन दुष्टचित्तेनास्मत्कुलं निष्कुलीकृतम् ॥
તમારા જેવા પ્રવાસીઓ એને જાણતા નથી. અમે તેની સાથે રહેનારા જ જાણીએ છીએ કે તે કેવો છે? આ દુષ્ટ ચિત્તવાળા બગલાએ તો ધીમે ધીમે કરતાં અમારું આખું કુલ ઉજાડી નાખ્યું છે. તાત્પર્ય કે એ ધીમેથી પગ ઉપાડે છે, તે જીવ દયાના કારણે નહિ, પણ તેના આગમનની અમને ખબર પડી ન જાય, તેની સાવચેતી તરીકે એમ કરે છે.”
માયાને સરલતાથી જીતી શકાય છે. સૌની સાથે નિષ્કપટપણે વર્તવું, ડોળદંભ રાખવા નહિ, કઠોર વાણીને