________________
૨૧૮
સામાયિક-વિજ્ઞાન બતાવ્યું છે, તે તું ધારણ કર, એટલે સર્વ પાપોથી મુક્ત થઈ પૂર્ણ પવિત્ર બનીશ.”
દઢપ્રહારીએ તે વખતે પાંચ મહાવ્રતવાળું ઉત્તમ શીલ ધારણ કર્યું અને એ અભિગ્રહ લીધે કે “જ્યાં સુધી આ ચાર હત્યાઓ યાદ આવે, ત્યાં સુધી મારે અન્ન કે પાણી લેવાં નહિ કે ઘોર અભિગ્રહ ! કેવી ભીષ્મપ્રતિજ્ઞા ! તમે સૂર વર્ષે સૂર” જે પુરુષ પાપ કરવામાં શૂરવીર હોય છે, તેઓ પ્રસંગ આવતાં ધર્મ કરવામાં પણ શૂરવીર બને છે. એ કહેવત દૃઢપ્રહારીએ સાચી પાડી. તેઓ ચોર-ડાકુલૂંટારા–ઘાતકી–પાતકીમાંથી સુશીલ સંત થયા અને કુશસ્થલ નગરના દરવાજે આવીને કાસર્ગમાં મગ્ન થયા.
આ જોઈ લેકે અનેક જાતના ઉપાલંભે આપવાપૂર્વક તેમના પર ઈંટ-રેડાને વરસાદ વરસાવવા લાગ્યા, પરંતુ દઢપ્રહારીએ કેઈન પર રોષ કર્યો નહિ. તેઓ તો સમભાવમાં જ મગ્ન રહ્યા. એમ કરતાં પત્થર-રેડાથી તેમનું શરીર ઢંકાઈ ગયું અને માત્ર મસ્તક જ બાકી રહ્યું, ત્યારે તેઓ કાયેત્સર્ગ પૂર્ણ કરીને એ ઈંટરડામાંથી બહાર નીકળ્યા અને નગરના બીજા દરવાજે જઈને ઊભા રહ્યા. ત્યાં પણ એ જ હાલ થયા. એટલે તેઓ ત્રીજા અને ચોથા દરવાજે ગયા. ત્યાં પણ એ જ અનુભવ થયે, પરંતુ હવે શુભધ્યાનના
ગે તેમના ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઈ હતી, એટલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને લેકે તેમના પગે પડયા.