________________
કધ અને માનને કા
૨૯૧ કહેવાય. આ રૂપમદના પરિણામે ભવાંતરમાં તે કણ-કૂબડે જમે છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તું રૂપનું અભિમાન શાને કરે છે? તારા કરતાં અનેકગણું રૂપાળા મનુષ્ય આ જગતમાં હસ્તી ધરાવે છે કે જેમનું દર્શન થતાં જ લેકના મન પર અજબ પ્રભાવ પડે છે. અને માની લે કે તું ઘણે રૂપાળે છે, તેથી શું? એ રૂપ તે ચાર દિનનું ચાંદરણું છે? સનત્કુમાર ચક્રવત જેવાનું રૂપ ઘડીમાં બદલાઈ ગયું તે તું કેણ ? રૂપના મદને વિસરી જા અને આત્માને રૂપાળો–સુંદર બનાવવા પ્રયત્ન કર!
(૭) જે મનુષ્ય એ વિચાર કરે કે “હું મહાન તપસ્વી છું. આજે મારી બરાબરી કરે એ કેઈ નથી. શું મારું તપ અને શું મારો પ્રભાવ ! ” તો તેણે તપમદ કર્યો કહેવાય. આ તપમદના પરિણામે ભવાંતરમાં તે તપ કરવાની શક્તિથી રહિત થાય છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તું અમુક ઉપવાસ, આયંબિલ કે રસત્યાગ કરી શકે છે, તેથી મહાન તપસ્વી હોવાનું શા માટે માની લે છે ? આ જગતમાં મહાપુરુષોએ જે તપશ્ચર્યા કરી છે, તેની આગળ તારા તપની કઈ વિસાત નથી ! એક ભગવાન મહાવીરની તપશ્ચર્યાને જ તું વિચાર કરો કે તેમણે કેવી આકરી તપશ્ચર્યા કરી હતી ! સાડાબાર વર્ષ અને એક પખવાડિયામાં તેમણે માત્ર ૩૪૯ પારણાં કર્યા હતાં ! બાકીના બધા દિવસે