________________
૨eo
સામાયિક-વિજ્ઞાન છે? તારી પાસે જે મહેલ અને બાગ-બગીચાઓ છે, તેના કરતાં સવાયા મહેલ અને બાગ–બગીચાઓ બીજા ઘણા પાસે છે. હાથી-ઘોડાનું પણ એમ જ છે. તે દુનિયા પૂરી જોઈ નથી, એટલે તને એની શી ખબર પડે ? વળી લક્ષ્મી ચંચલ છે, તે જ્યારે ચાલી જશે તેની ખબર પડતી નથી, એટલે તું એશ્વર્યને મદ કર મા!
(૫) જે મનુષ્ય એ વિચાર કરે કે “મારા જે બલવાન બીજે કઈ નથી! મારા બળની શી વાત ? મેં ભલભલા પહેલવાનને હરાવી સુવર્ણચંદ્રક મેળવ્યા છે અને ટેફી જીતી લીધી છે. આજે તો મને કઈ પહોંચે એમ નથી.” તે તેણે બાદ કર્યો કહેવાય. આ બલમદના પરિ. ણામે તે ભવાંતરમાં માયકાંગલે જન્મે છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તું બેલનું અભિમાન શાને કરે છે? જે તું ખરે ખેલવાન હે તે જન્મ, જરા, મૃત્યુ અને રેગરૂપી શત્રુઓને જીતી લે. ત્યાં તે તારું કંઈ ચાલતું નથી અને અહીં બડાઈની ડંફાસ શાને મારે છે? વળી તારું આ ખેલ સદા ટકશે ખરું? એ તે કાલે ચાલ્યું જવાનું છે. તે તેનું વ્યર્થ અભિમાન કર મા !
(૬) જે મનુષ્ય એ વિચાર કરે કે મારા જેવા રૂપાળો કેઈ નથી. હું કામદેવને અવતાર છું. લેકે મને જોતાં જ મેહ પામે છે, મારી મુખમુદ્રા કેવી છે ? મારા હાથ કેવા છે? મારા પગ કેવા છે?” તે તેણે રૂપમદ કર્યો