________________
કિધ અને માનને કાઢે નથી. વળી પાણી નમ્ર લાગે છે, પણ તેનું પૂર મેટા મોટા ખડકેને તેડી પાડે છે અને તેના ઝીણા કંકર બનાવી દે છે, એટલે નમ્રતાનું મૂલ્ય ઓછું આંકવું નહિ. આ જગતમાં જેટલું કામ નમ્રતાથી થાય છે, તેટલું અભિમાનથી થતું નથી, એ એક સિદ્ધ હકીકત છે.
આ વિવેચનનો સાર એ છે કે ક્રોધ અને માનને અંતરમાંથી અવશ્ય કાઢે, નહિ તે તેઓ અધ્યાત્મનું મેદાન ઉજજડ કરી નાખશે અને સમભાવસિદ્ધિને હજારે માઈલ દૂર હડસેલી મૂકશે.
[ પ્રશ્નોત્તરી સોળમા પ્રકરણના છેડે આપેલી છે. ]