________________
૨૯૬
સામાયિક-વિજ્ઞાન લઈશું એમ જણાવ્યું. પટેલે તેને સ્વીકાર કર્યો, પણ એ જ વખતે તેને એક વિચાર આવ્યઃ “આ મુસાફરોને અહીં કેઈ ઓળખતું નથી, એટલે આ પૈસા પચાવવા ધારું તે. પચી જાય એમ છે, પણ સવાર થતાં તે આ પૈસા પાછા માંગશે અને નહીં આપું તે ધાંધલ મચશે, એટલે તેમને ઠેકાણે પાડી દેવા.”
પછી તેમણે ગામમાંથી બે એવી વ્યક્તિઓને શોધી કાઢી કે જેમને ધંધે જ મારામારી કે ખૂન કરવાને હતે. તેમની સાથે રૂપિયા પચીશમાં સેદ પાકે અને તેમણે સતના લગભગ બે વાગતાં આ કાર્ય પૂરું કરવું, એ નિર્ણય લેવાયે.
મુસાફરે માટે બે ખાટલા ડેલી બહાર ઢાળવામાં આવ્યા અને તેના પર ગોદડા પાથરવામાં આવ્યાં. પેલા મુસાફરે તેના પર આડા પડ્યા, પણ તેમાં માંકડ બહુ હેવાથી તેમને ઊંઘ આવી નહિ. આખરે તેઓ એ ખાટલા છોડીને ઘરની પછવાડે વાડ હતું ત્યાં ગયા અને ઘાસની પથારી બનાવી તેમાં સૂઈ રહ્યા.
હવે રાત્રિના બારનો સુમાર થયે, એટલે પટેલના બે દીકરા વાડીએથી ઘરે આવ્યા અને આ ખાટલાઓ પિતાના માટે જ ઢાળી રાખ્યા હશે, એમ માનીને તેમાં સૂઈ ગયા. આખે દિવસ મહેનતમજૂરી કરેલી હોવાથી થેડી જ વારમાં તેમને નિદ્રા આવી ગઈ અને તેઓ નસકોરાં બોલાવવા લાગ્યા.