________________
૨૮૮
સામાયિક-વિજ્ઞાન જાતિ કેઈ શાશ્વત વસ્તુ નથી, માટે તેને મદ ન કર, તેનું અભિમાન ન કર !”
(૨) જે મનુષ્ય ધંધા, રોજગાર, વ્યવસાય કે અધિકાર અંગે થતા લાભ અંગે એ વિચાર કરે કે “મારા જે લાભ બીજા કેઈને થતું નથી, માટે હું પરમ ભાગ્યશાળી છું. બીજા ભાગ્યના ફૂટેલા છે, તેમને મારા જે લાભ ક્યાંથી મળે? અહાહા ! મારા લાભની શી વાત !” તે તેણે લાભમદ કર્યો કહેવાય. આ લાભમદ કરનારને લાભાંતરાય કર્મ બંધાય છે, એટલે ભવિષ્યમાં કઈ પણ કામમાં મેટો લાભ થતું નથી.
અહીં સુજ્ઞજને એ વિચાર કરે ઘટે કે હે જીવ! તને જે લાભ થાય છે, તે લાભાંતરાય કર્મને ક્ષય થવાથી થાય છે, તેમાં હર્ષ શું અને અભિમાન શું ? વળી આવે લાભ તને એકલાને થતો નથી. જેમણે દાન-પુણ્યાદિ કાર્યો કર્યા છે, તે બધાને થાય છે. માટે તું લાભનો મદ કરે રહેવા દે !”
(૩) જે મનુષ્ય એ વિચાર કરે કે “હું તે અમુક કુલને ! મારી શી વાત ! હું કંઈ જે તે નથી.” તે તેણે કુલમદ કર્યો કહેવાય. આ કુલમદ કરનાર ભવાંતરમાં હલકા કુલમાં જન્મ પામે છે. ભગવાન મહાવીરે મરીચિના. ભવમાં કુલમદ કર્યો કે “અહો ! હું ઉત્તમ કુલ છું ! મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું છે તીર્થંકર થઈશ ! અહા મારું કુલ! અહા મારી ઉત્તમતા.