________________
૨૮૬
સામાયિક–વિજ્ઞાન
મિત્રોની મિજલસ ગેાઠવવા માંડી અને તેની સામે સા રૂપિયાની નેાટની બીડી બનાવી ફૂંકવા માંડી. તેમજ નાસ્તા -પાણીના ખર્ચ પણ ખૂબ કરવા માંડયે. એમ કરતાં નાચરંગના જલસા ગોઠવાયા અને પેાતાની મેટાઈ બતાવવા માટે તે નર્તિકાઓની સામે હજાર-હજારની નોટ ફેંકવા લાગ્યો. ધનના અવિચારી ઉપયોગથી રાજના ખજાના પણ ખાલી થઇ જાય છે, તા ગૃહસ્થનુ કહેવુ જ શું ? થોડા વખતમાં બધું ધન ખલાસ થયું, મકાન તથા વાડીવજીફા વેચવાને વખત આવ્યા અને છેવટે તેની પાસે કઈ ન રહેતાં તે સાવ મુફલીસ બની ગયા. તાત્પર્ય કે અભિમાનથી કામસુખના પણ નાશ થાય છે.
અભિમાનનું સહુથી કાળું કૃત્ય તા મનુષ્યના વિવેકરૂપી લોચનાને ફોડી નાખવાનુ છે. વિવેકરૂપી લોચના ફૂટયાં કે સારું-નરસું સમજાય નહિ, હિતાહિત જાણી શકાય નહ અનેકવ્યાક બ્યને ચોગ્ય નિર્ણય થઈ શકે નહિ; એટલે મનુષ્ય પાગલની જેમ ગમે તેમ વત્તે અને અવનતિની ઊંડી ખીણમાં ગબડી પડે.
આજ સુધીમાં કોઈનું અભિમાન ટકયું નથી. શેરને માથે સવાશેર હોય છે જ. રાજા રાવણને ચૌદ ચાકડીનું રાજ્ય હતું, ઘણી વિદ્યાઓ સિદ્ધ થયેલી હતી અને પાતે દશ મસ્તકવાળા હતા, છતાં અભિમાન કર્યું" તે। શ્રીરામના હાથે ભૂંડા હાલે માર્યા ગયા અને એક દુર્જન તરીકેની ખ્યાતિ પામ્યા. આજે પણ ભારતના