________________
૨૮૪
સામાયિક–વિજ્ઞાન
ઉદય થયા કે વિનયગુણ નાશ પામે છે અને વિનયગુણુ નાશ પામે એટલે શ્રુત અને શીલ પણ નાશ પામે છે. આ રીતે અભિમાનને ઉડ્ડય આધ્યાત્મિક વિકાસમાં જબ્બર ફટકા મારે છે.
પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. જેનાથી આત્માના અભ્યુદય થાય અને મેાક્ષની પ્રાપ્તિ થાય, તેને ધમ કહેવાય છે. આ ધર્મ પણ અભિમાનના ઉદયથી નાશ પામે છે. આપણા સંત પુરુષોએ કહ્યું છે કે દયા ધર્માંકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. ’ એટલે અભિમાન આવ્યું કે પાપની વૃદ્ધિ થવા માંડે છે અને ધમ ચાલતા થાય છે.
જેનાથી વ્યવહારનાં સર્વ પ્રયેાજનાની સિદ્ધિ થાય, તેને અથ કહેવામાં આવે છે. વ્યવહાર, વ્યાપાર, ખેતી, નાકરી એ અધાનો તેમાં સમાવેશ થાય છે. ગૃહસ્થજીવનના એ મુખ્ય આધાર છે, એટલે મનુષ્યે તેને ખરાબર સંભાળી રાખવાના છે. પરંતુ અભિમાનના ઉદય થતાં વ્યવહાર બગડવા માંડે છે, લેાકેા અભિમાની મનુષ્ય સાથે કામ પાડવા રાજી હાતા નથી.
એક મનુષ્ય ભાગ્યયોગે ઘણું ધન કમાયા અને તેના અભિમાનથી અક્કડ બની ગયા. પછી પુત્રના સગપણના પ્રસંગ આવ્યા, ત્યારે સાતસો ઘરની ન્યાતમાંથી કોઇએ તેને કન્યા આપી નહિ. છેવટે તેને બહારથી કન્યા લાવવી પડી.
ધનવાન થવાથી અક્કડ બનેલા એક સજ્જન પેાતાની પાળના માણસા સાથે ખરાખર વ્યવહાર રાખતા નહિ. તેમના મનને એમ કે મારે બીજાની શી પડી છે ? એટલે તેઓ