________________
કોધ અને માનને કહે
૨૮૭ કેટલાક ભાગમાં દશેરાના દિવસે રાવણનું પૂતળું બનાવીને બાળવામાં આવે છે. તે પરથી આપણે બોધ લેવાને છે કે કઈ પણ વસ્તુનું અભિમાન કરવું નહિ.
જૈન મહાપુરુષેએ ઘણા અનુભવ પછી એમ જાહેર
जातिलाभकुलैश्वर्य-बलरूपतपः श्रुतैः॥ कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ॥
જે મનુષ્ય (૧) જાતિ, (૨) લાભ, (૩) કુલ, (૪) એશ્વર્ય, (૫) બલ, (૬) રૂ૫, (૭) તપ અને (૮) શ્રુતનો મદ કરે છે, તેને તે વસ્તુ હલકા પ્રકારની મળે છે.”
આ આઠ મદની વાત ખાસ સમજવા જેવી છે, તેથી તે અંગે અહીં કેટલુંક વિવેચન કરીશું.
(૧) એક મનુષ્ય એ વિચાર કરે કે “હું ઉત્તમ જાતિમાં જન્મ્ય છું. મારા જેવો બીજે ઊંચે કોણ છે ? બીજા તે હલકી જાતિમાં જન્મેલા છે, વગેરે. તે તેણે જાતિમદ કર્યો કહેવાય. આ જાતિમદ કરનારને ભવાંતરમાં કેળી, વાઘરી, પારધિ, ચંડાલ, ચમાર વગેરે હલકી જાતિમાં જન્મવું પડે છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તે અત્યાર સુધીમાં દરેક પ્રકારની જાતિમાં જન્મ ધારણ કર્યા છે. કેઈ પણ જાતિ એવી નથી કે જેમાં તેં જન્મ ગ્રહણ કર્યું ન હોય, તે જાતિનું અભિમાન શું?