________________
ર0
સામાયિક-વિજ્ઞાનન્દ સુભટે જ્યારે આવા અનેક પ્રકારનાં મધુર વચને કહ્યાં, ત્યારે કુરંગીએ ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ ન તે તેનો સત્કાર કર્યો કે ન તેની કુશળતા પૂછી. એ તો એક બાજુ મહું ચડાવીને બેઠી. સુભટે જોયું કે કુરંગી પૂરેપૂરી રોષમાં છે અને તેને રેષ કરવાનું કઈ પ્રબલ કારણ જરૂર મળ્યું હશે, તેથી પ્રેમપૂર્વક કહ્યું: “હે પ્રિયે! મારે એવે છે અપરાધ થયે છે કે તું મને નેહપૂર્વક બેલાવતી નથી ? વળી તારા હાથની રસોઈ જમવા હું ઘણું જ આતુર છું, માટે ઊભી થા અને મારું ભાણું પીરસ”
તે વખતે કુરંગીએ જમ્બર છણકો કરતાં કહ્યું: “તમારા જેવા ઢોંગી માણસ આ દુનિયામાં કેવું હશે ? તમે અગાઉથી સુરંગીને કહેવડાવ્યું છે કે કાલે હું તારે ત્યાં ભેજન કરીશ, તેથી તેણે ભાતભાતનાં ભોજન બનાવ્યાં છે, માટે તેને ત્યાં જાઓ. મારી નાહક બનાવટ શા માટે કરે છે? એવામાં સુરંગીએ મોકલેલે સેનપાળ ત્યાં આવી પહોંચ્યા અને સુભટને પગે લાગીને કહેવા લાગ્યું કે “પિતાજી! આપણા ઘરે ચાલે. મારી માતાએ સઘળી જઈ તૈયાર કરી રાખી છે.”
આ બધું શું બની રહ્યું છે? તેની સુભટને કાંઈ સમજ પડી નહિ. તે કુરંગીના મુખ સામે તાકી રહ્યો, પણ કુરંગી અસહ્ય વચનની ઝડી વરસાવી રહી હતી. છેવટે તેણે સુભટને જાકારો દેતાં કહ્યું : “એ ધૂતારા ! તું અહીંથી, દૂર થા અને તારી માનીતીને ત્યાં જા. તે તને ભોજન