________________
ર૭૦
સામાયિક-વિજ્ઞાન પુત્રોએ કહ્યું : “પિતાજી!એવી વાત ન કરે. અત્યારે તે રમનું નામ લે અને દાન-પુણ્યની વાત કરે. જેથી તમારી સદ્ગતિ થાય. પરંતુ આ શબ્દોએ લુમ્બકના અતિ કઠોર હદય પર જરા પણ અસર કરી નહિ. ઊલટું તે કહેવા લાગ્યું કે “જો તમે મારા સાચા પુત્ર , તો મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરે.”
પિતાની આ જાતની હઠથી કાયર થઈને પુત્રોએ એ વાત કબૂલ કરી, ત્યારે લુબ્બકે કહ્યું કે “આ કાર્ય પાર પાડવાને જે ઉપાય હું તમને બતાવું, તેમ જ કરજે, પણ અન્ય રીતે વર્તશો નહિ. જુઓ, હું મરી જાઉં એટલે મારી પાછળ કઈ રડશે નહિ. જે રડો તે તમને મારા સોગન છે; પછી મારા મડદાને ગુપચૂપ તુંગભદ્રના ખેતરમાં લઈ જજે અને તેણે જ મને મારી નાખે છે, એવી બૂમરાણ મચાવજે, એટલે રાજાના સૈનિકે તેને પકડી જશે અને તેના પર કામ ચલાવીને તેને શિક્ષા કરશે.”
પુત્રોએ તે પ્રમાણે કરવાની કબૂલાત આપી, એટલે લુબ્ધકના ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. પછી પુત્રોએ શું કર્યું ? તે કહેવાની જરૂર નથી, કારણ કે એક ઈર્ષાળું મનુષ્ય આખરે કેટલી નીચી હદે પહોંચી જાય છે, તે બતાવવાને જ અહીં મુખ્ય ઉદ્દેશ છે.
સમગ્ર વિવેચનને સાર એ છે કે શ્રેષના દરેક સ્વરૂપને - ત્યજે. જે શ્રેષને ત્યજશે તે જ સમભાવની સિદ્ધિ શકય બનશે.