________________
1
ક્રોધ અને માનને કાઢા
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) ચેરી–અદત્તાદાન, (૪) મૈથુન, (૫) દ્રવ્યની મૂર્છા-પરિગ્રહ, (૬) ક્રોધ (૭) માન, (૮) માયા, (૯) લાલ, (૧૦) પ્રેમ-રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) વૈશુન્ય, (૧૫) રતિ-અતિ, (૧૬) પરિપરિવાદ, (૧૭) માયા--મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકે છે.’
૨૭૫
કષાયાને રાગ-દ્વેષની અંતર્ગત ગણીએ કે જુદા ગણીએ, પણ એટલી વાત નિશ્ચિત છે કે ચારે ય કષાયે મહાન અધ્યાત્મદોષા છે અને તેથી તેમના જય કર્યા વિના સમભાવની સિદ્ધિ સભવિત નથી.
કહ્યું છે કે
कोहं माणं च मायं च, लोभं च पापवडणं । मे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥
જે મનુષ્ય પોતાનું હિત ચાહે છે-આત્મકલ્યાણ ઈચ્છે છે, તે પાપને વધારનારા ધ, માન, માયા અને લેાભ, એ ચાર અધ્યાત્મદોષોને પેાતાના અંતરમાંથી જરૂર હાંકી કાઢે. ’
સંસારની વૃદ્ધિ કરવામાં આ ચાર કષાયા મુખ્ય ભાગ ભજવે છે. તે અ ંગે શાસ્ત્રામાં કહેવાયું છે કે
कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवड्ढमाणा ।