________________
કોધ અને માનને કાઢે
ર૮૧ સાંજે સાતના સુમારે તેને પતિ ઘરે આવે અને રજની ટેવ પ્રમાણે સ્ત્રીને કંઈ ને કંઈ વાંક કાઢી તેના પર ખીજાવા લાગે, પરંતુ સ્ત્રીએ કંઈ ઉત્તર આપ્યું નહિ.
જ તે તે સામે ક્રોધ કરીને પ્રત્યુત્તર આપતી, પણ આજે મેઢામાં પાણી હતું, એટલે બેલાય શી રીતે ? એકબે વાર સામે ઉત્તર આપવાનું મન થયું, પણ ડોશીમાની શિખામણ યાદ કરી મનને વાળી લીધું. આજે કોની સામે કોધ થયો નહિ, એટલે ક િથેડી વારમાં પતી ગયે.
આથી પેલી સ્ત્રીને ડોશીમાના ઉપાયમાં શ્રદ્ધા બેઠી અને પછી તે જ્યારે પણ બેલાચાલી થવાનો સંભવ લાગતું, ત્યારે તે શીશામાંનું પાણી મોઢામાં ભરી બાજુએ બેસી જતી. આથી થોડા જ દિવસમાં તેના પતિને એમ લાગ્યું કે આ તે હવે સુધરી ગઈ જણાય છે, એટલે તેને માટે એક સુંદર સાડી લઈ આવે. તેથી સ્ત્રી રાજી થઈ અને વધારે સારી રીતે વર્તવા લાગી. દશ-બાર દિવસમાં તે ઘરનું બધું વાતાવરણ સુધરી ગયું અને કલહ, કુસં૫ તથા દુઃખના સ્થાને સંપ, શાંતિ અને આનંદ જણાવા લાગ્યો.
પંદર દિવસ પૂરા થયા, એટલે પેલે શીશે ખાલી છે. તે લઈને પેલી સ્ત્રી ડોશીમા આગળ ગઈ અને તેમને પગે લાગીને બોલીઃ “માજી! તમારે ઉપાય ખરેખર ચમત્કારિક નિવડ્યો છે. હવે મારું બધું દુઃખ દૂર થઈ ગયું છે, છતાં કૃપા કરીને આ શીશે ભરી આપે, જેથી ફરી દુઃખી થવાને વખત આવે નહિ.”