________________
કોધ અને માનને કાઢે
૨૭૯ લંબા સમયના તમામ તપ–જપ તથા ધર્મ–ધ્યાનને નાશ કરે છે, વ્યાવહારિક સંબંધ બગાડે છે અને ગૃહજીવનમાં અશાંતિની આગ પ્રકટાવે છે.
કોની સામે ક્રોધ કરીએ તો ક્રોધ વધે છે અને શાંતિ રાખીએ તે ક્રોધ શમે છે. તેની ખાતરી નીચેની વાત વાંચવાથી થઈ શકશેઃ
એક ગામમાં પતિ-પત્ની રહેતાં હતાં. એ બંને સ્વભાવે કેદી હતાં. કેઈ કેઈનું સાંખતા નહિ, એટલે ઝઘડે થતું. એમ કરતાં વાતાવરણ ઘણું કલેશમય થઈ ગયું હતું. જ્યાં નિરંતર કલેશ હોય ત્યાં સુખ કેવું ? શાંતિ કેવી ? આખરે પત્ની ખૂબ કંટાળીને તેની શેરીમાં રહેતા એક વૃદ્ધ ડોશીમા પાસે ગઈ અને કહેવા લાગી. “માજી ! હું બહુ દુઃખી છું. તમારે દીકરે મને બહુ દુઃખ દે છે. મને પૂરું ખાવા દેતું નથી, જેઈતા કપડાં આપતું નથી, વાતવાતમાં વઢે છે અને વારંવાર મને માર મારે છે. મા ! હવે તે મારાં હાડકાં બહુ કળે છે. હું બહુ મૂંઝાઈ ગઈ છું. અમારે એક દિવસ કજિયા વિનાને જતો નથી, માટે મારું દુઃખ દૂર થાય, એ કઈ ઉપાય બતાવે.” આટલું કહેતાં તો તે રડી પડી.
અનુભવી વૃદ્ધ ડોશીમાએ કહ્યું “બેટી રડીશ નહિ. એનો ઉપાય તે સહેલે છે અને તે અજમાવતાં તારું દુઃખ જરૂર મટી જશે. કાલે સવારે વહેલા ઊઠીને, નાહી ધોઈને,