________________
૨૭૬
સામાયિક-વિજ્ઞાન,
चत्तारि एए कसिणा कसाया,
सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥
કાબૂમાં નહિ રખાયેલા કોધ અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લેભ એ ચાર કુત્સિત કષાયે પુનર્જન્મરૂપી સંસારવૃક્ષના મૂલેનું સિંચન કરે છે.”
પ્રસ્તુત પ્રકરણમાં ક્રોધ અને માનની જ વિચારણા કરીશું અને તેને કાઢવાનાં કારણે જોઈશું.
૧-ક્રોધ ક્રોધ, કેપ, રેષ, ગુસ્સે એ બધા એકાથી શબ્દો છે. તની ઉત્પત્તિ મનુષ્યનું ભાન ભૂલાવી નાખે છે. એ સમયે હું કોણ છું ? મારું કર્તવ્ય શું છે ? મારાથી આમ ન થાય, વગેરે વિચારે મનુષ્ય ભૂલી જાય છે અને તે આંધળે ભીંત બની જાય છે, તેથી ન બેલવાનું બોલી જાય છે અને ન કરવાનું કરી નાખે છે. આ જ કારણે કોઈને ચાંડાલ, શક્ષસ કે પિશાચની ઉપમા આપવામાં આવી છે.
ક્રોધને જ્યારે જોરથી આવિર્ભાવ થાય છે, ત્યારે મનુષ્ય ગાંડોતૂર બની જાય છે. એ વખતે પિતા-પુત્રને, મા-દીકરાને, પતિ-પત્નીને કે ભાઈ-ભાઈને સંબંધ પણ ભૂલાઈ જાય છે, ગાલિપ્રદાન થાય છે અને મામલે મારામારી સુધી પહોંચે છે. કોઈ વાર તેમાંથી ખૂને પણ થાય છે. તે અંગે અહીં એક બનેલી હકીક્ત રજૂ કરીશું.
સૌરાષ્ટ્રના એક કાઠી તાલુકદાર હતા. તેને એક નાના