________________
દ્વેષને ત્યજો
૨૬૯ :
પોતાના કુકર્મોના પશ્ચાત્તાપ થતા નથી, ઉલટું પેાતાના પુરાણાં પાપાને પૂરાં કરવાની ઝંખના રહે છે અને તેથી એક પ્રકારની ઊ'ડી અકળામણ અનુભવતાં આ જગતને છેલ્લી સલામ ભરે છે.
લુબ્ધકનું પણ તેમ જ થયું'. તે એક પ્રકારની ઊડી અકળામણ અનુભવવા લાગ્યા. તે જોઈને તેના પુત્રોએ કહ્યું : હું પિતાજી ! આપ આટલા બધા કેમ
:
અકળાએ છે ? જો આપની કોઈ ઇચ્છા અધૂરી હોય તે અમને સુખેથી જણાવે, તે મે પૂરી પાડીશુ. આપ કહે તે વીશ, પચીશ કે પચાશ ગાયા શણગારીને તેનુ બ્રાહ્મણાને દાન કરીએ, જેથી આપને વૈતરણી પાર કરવામાં સુગમતા પડે. અથવા આપ જણાવો તે સુંદર શય્યાઓનુ બ્રાહ્મણીને દાન આપીએ, જેથી આપને સ્વમાં સુખભરી નિદ્રા આવે, અથવા આપની ઇચ્છા હોય તે આપને રૂપિયાથી તાળીએ અને તે રૂપિયા બ્રાહ્મણેાને વહેંચી દઇએ, જેથી પુણ્યનું ભાથું મંધાય અને આપને આત્મા શાંતિમાં રહે. ’
તે સાંભળીને લુબ્ધકે કહ્યું : મારે ધમ કે દાનપુણ્યની કોઈ જરૂર નથી; પરંતુ એક જ વસ્તુની જરૂર છે અને તે એ કે મારી જીંદગીમાં મે' જેમને નજરમાં લીધા હતા, તે સઘળાના કોઈ ને કોઈ પ્રકારે દંડ કરાવ્યેા છે, પણ એક તુંગભદ્ર પટેલ તેમાંથી છટકી જવા પામ્યા છે, માટે તેના દંડ થાય, તેવા કોઈ ઉપાય કરો, ’